દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત શહેર: પ્રત્યેક એક લાખની વસ્તીએ 106 વ્યક્તિ પ્રદૂષણથી મૃત્યુ પામે છે
August 18, 2022
નવી દિલ્હીઃ તમામ પ્રકારના ખોટા દાવા અને જાહેરાતોના જોરે નાગરિકો અને દેશને ગેરમાર્ગે દોરી રહેલા કેજરીવાલ દિલ્હીને પ્રદૂષણ મુક્ત કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. દિલ્હીમાં સ્થિતિ એ હદે વણસેલી છે કે પ્રત્યેક 1,00,000 લોકોએ 106 વ્યક્તિનાં મૃત્યુનું કારણ પ્રદૂષણ છે. વિશ્વનાં શહેરોના પ્રદૂષણ અંગે આ ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. દુનિયાના ટોચના 20 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ અનુક્રમે છ, આઠ અને 14 સ્થાને થાય છે.
સમગ્ર દુનિયાના પ્રદૂષિત શહેરોની યાદીમાં ચીનની રાજધાની બીજિંગ પ્રથમ સ્થાને છે. બીજિંગમાં પીએમ-2.5 નું પ્રમાણ એ હદે છે કે ત્યાં પ્રત્યેક એક લાખ નાગરિકોએ 124 માણસો પ્રદૂષણને લગતી વિવિધ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ત્યારબાદ બીજો નંબર દિલ્હીનો આવે છે જ્યાં પીએમ-2.5 સંલગ્ન બીમારીઓને કારણે પ્રત્યેક એક લાખ નાગરિકોએ 106 લોકો જીવ ગુમાવે છે. કોલકાતામાં પ્રદૂષણને કારણે મૃત્યુ દર પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 99નો છે.
સોશિયલ મીડિયા યુઝર મોદી ભરોસાએ હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલને ટાંકીને કહ્યું છે કે, અભિનંદન કેજરીવાલ. મમતા દીદીએ તમને ટક્કર તો આપી છે પરંતુ તેઓ બીજા સ્થાને છે. જરા વિચાર કરો કેજરીવાલ, તમે કરદાતાઓના કેટલા કરોડો રૂપિયાનો બગાડ કરીને જાહેરાતો આપી અને વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું. શરમજનક.
એવી જ રીતે લાલા નામના એક યુઝરે “બધાઈ દિલ્લી” એવા લખાણ સાથે પ્રદૂષણને લગતા અહેવાલનું મેમે શૅર કરીને લખ્યું છે, “હમને કર દિખાયા દિલ્લી.” આ બંને શબ્દપ્રયોગો કેજરીવાલ પોતે તેમનાં ભાષણોમાં તેમજ જાહેરાતોમાં કરતા રહ્યા છે. કેજરીવાલના જ શબ્દોનો ઉપયોગ કરીને મોટો કટાક્ષ કરવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર સ્ટેટ ઑફ ગ્લોબલ એર દ્વારા કરવામાં આવેલા તાજા સરવેમાં 7000 કરતાં વધુ શહેરોને આવરી લેવામાં આવ્યાં હતાં જે પૈકી માત્ર 103 શહેરો ઓછા પ્રદૂષણનું રેન્કિંગ મળે છે. જ્યારે સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી અને કોલકાતાનો નંબર એકથી દસમાં આવે છે અને મુંબઈ 14મા ક્રમે છે. જે 20 શહેરોમાં 2010થી 2019ના ગાળામાં પીએમ-2.5 પ્રદૂષણનો વધારો થયો તેમાં 18 શહેર તો માત્ર ભારતના છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું