વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું

સોશિયલ મીડિયા ક્લિપમાં જોયેલી કેબલ કારની સફર લેવાની આશામાં, મલેશિયાના એક વૃદ્ધ દંપતીએ કુઆલાલંપુરથી પેરાક સુધી 300 કિમીથી વધુની મુસાફરી કરી, પરંતુ પછી તેમને ખબર પડી કે વિડિઓ એઆઈ દ્વારા જનરેટ થયેલ છે અને આવી કોઇ કેબલ કારની રાઈડ વાસ્તવિકતામાં તો અસ્તિત્વમાં જ નથી.

30 જૂનના રોજ થ્રેડ્સ પર એક પોસ્ટમાં દંપતીને ખરી માહિતી આપનાર એક હોટેલ કર્મચારીએ આ ઘટનાની વિગતવાર માહિતી આપી, અને કહ્યું કે તેમનો અનુભવ સાભળીને તેણીને આઘાત લાગ્યો.

“(દંપતી) હોટેલમાં તપાસ કરવા આવ્યા હતા, અને તેઓએ પૂછ્યું કે શું મેં કુઆક હુલુમાં કેબલ કારમાં સફર કરી છે. મને લાગ્યું કે તેઓ મજાક કરી રહ્યા છે,”

પરંતુ તેણીને ટૂંક સમયમાં જ ખ્યાલ આવ્યો કે દંપતી ગંભીર છે જ્યારે વૃદ્ધ મહિલાએ તેણીને કહ્યું કે તેઓ કુઆલાલંપુરથી તેના માટે આખો રસ્તો મુસાફરી કરીને અહીં કેબલ કારમાં બેસવા માટે આવ્યા છે.

વાસ્તવમાં આવી કોઇ કેબલ કારનું અહીં અસ્તિત્વ જ ન હતું. નકલી કેબલ કાર લગભગ ત્રણ મિનિટ લાંબા એઆઈ દ્વારા જનરેટ થયેલ વિડિઓમાં દર્શાવવામાં આવી છે જેમાં “ટીવી રાક્યત” ના એક પત્રકાર આ પ્રવાસન આકર્ષણનો પરિચય કરાવતા અને થાઈલેન્ડના પ્રવાસીઓ સહિત મુલાકાતીઓનો તે અંગે ઇન્ટરવ્યુ લેતા દેખાય છે.

આ વિડીયોમાં “કુઆક સ્કાયરાઇડ” કેબલ કારના ટિકિટ કાઉન્ટર પર કતારમાં ઉભા રહેલા લોકોના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે.

ત્યારબાદ તે કેબલ કારની સવારી વૃક્ષોના વિશાળ વિસ્તાર, તેમજ એક પ્રવાહ અને હરણના જૂથની નજીક જતા, પડોશી કેદાહ રાજ્યમાં બાલિંગ પર્વતની તળેટી પાસે રોકાતા બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ કપોળ કલ્પિત કેબલ કારનો આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી જનરેટ કરેલો વિડિયો હતો જે સોશ્યલ મિડિયા પર મૂકી દેવામાં આવ્યો હતો. આવી કેબલ કાર વાસ્તવમાં છે અને તેમાં સફર ખેડવી જોઇએ તેમ નક્કી કરીને વૃદ્ધ દંપતિ ત્રણસો કિલોમીટરની સફર ખેડીને આવી ચડયું હતું. જો કે હોટેલની કર્મચારીને આ દંપતિએ આ અંગે પૂછયું પછી તેમને જણાવવામાં આવ્યું કે વાસ્તવમાં તેઓ એઆઇ વિડિયો જોઇને આવી ગયા હતા અને હકીકતમાં આવી કોઇ કેબલ રાઇડનું અહીં અસ્તિત્વ જ નથી.

તાજેતર ના લેખો