સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જાહેરસભાના આયોજન અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ
March 10, 2024
અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૨૪ ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે તા.૧૨/૩/૨૦૨૪ ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર છે. આ જાહેરસભાના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં VVIPશ્રીઓ આવનાર છે. જે અનુસંધાને કાર્યક્રમમાં આવનાર VVIP, કાર્યક્રમ અનુસંધાને મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં એકત્રિત થનાર લોકો વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરું છું.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત : સુભાષ બ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત : પ્રબોધ રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટી થી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઇ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.
અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૨/૦૩/૨૦૨૪ના સવારના કલાક ૦૬.૦૦થી બપોર કલાક ૧૪.૦૦ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું