કેજરીવાલે નવ મહિનામાં 13 રાજ્યોમાં 45 વખત પ્રવાસ કર્યો, અનેક દિવસ સુધી દિલ્હીની બહાર રહ્યા

નવી દિલ્હીઃ  દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં ઓછું અને અન્ય રાજ્યોમાં વધારે ફાવતું હોય એમ લાગે છે. તાજેતરની જ એક RTI દ્વારા જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2022ના નવ મહિનાના ગાળામાં કેજરીવાલે 45 વખત દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કર્યો છે.

આ તમામ પ્રવાસ દરમિયાન સરેરાશ તેઓ એક દિવસથી લઈને ત્રણ દિવસ સુધી અન્ય રાજ્યોમાં રહ્યા છે. આમાં હવે ઑક્ટોબર અને નવેમ્બર મહિનાઓ જોડાશે ત્યારે પ્રવાસની સંખ્યાનો આંકડો કદાચ ભારતના ઈતિહાસમાં એક મુખ્યપ્રધાન દ્વારા 10-11 મહિનામાં કરવામાં આવેલા પ્રવાસનો રેકોર્ડ સર્જાશે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ સુજિત પટેલે ગયા મહિને એક RTI કરીને કેજરીવાલના જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2022 સુધીના પ્રવાસની વિગતો માંગી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી આ અરજીનો જે જવાબ મળ્યો તે અનુસાર કેજરીવાલે 2, જાન્યુઆરી 2022થી શરૂ કરીને 8, સપ્ટેમ્બર 2022 ના સમયગાળામાં 45 પ્રવાસ કર્યા છે.

કેજરીવાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ચંડીગઢ, ગોવા, પંજાબ, કર્ણાટક, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને તમિલનાડુ એમ કુલ 13 રાજ્યોમાં ફરતા રહ્યા છે.

@geeta5579
पता नही दिल्लीवालों ने मुख्यमंत्री चुना है या पर्यटन मंत्री? यह बंदा दिल्ली के अलावा अन्य राज्यो में घूमता फिरता है।

https://twitter.com/geeta5579/status/1588756009765720066 

સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એક મુખ્યપ્રધાને આટલા ઓછા સમયગાળામાં આટલા બધાં રાજ્યમાં શા માટે ફરવું પડે? તેમના આટલા બધા રેકોર્ડબ્રેક પ્રવાસની વિગતો જોયા પછી કોઇપણ સામાન્ય માણસને પ્રશ્ન થાય કે, કેજરીવાલ મુખ્યપ્રધાન છે કે પ્રવાસન પ્રધાન?

Image

દેશ ગુજરાત

તાજેતર ના લેખો