આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે રૂ. 25 લાખ માગ્યા હોવાનો ભૂતપૂર્વ સૈનિકનો આક્ષેપ
November 02, 2022
કપરાડાઃ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ટિકિટ આપવા માટે નાણાની માગણી થઈ હોવાનો આક્ષેપ નિવૃત્ત સૈનિક ખુશાલ વાઢુએ કર્યો છે. ખુશાલ વાઢુ થોડા સમય પહેલાં જ ભાજપ છોડીને આપ-માં જોડાયા હતા.
આ સમગ્ર ઘટના અંગે ખુશાલ વાઢુએ મીડિયાને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને સારો પક્ષ માનીને પોતે જોડાયા હતા પરંતુ જોડાયા પછી ખબર પડી કે અહીં તો ભ્રષ્ટાચાર છે. >>> https://www.youtube.com/watch?v=abCRZO7YD0g&ab_channel=GujaratFirst
વાઢુએ કપરાડા બેઠકના આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર જયેન્દ્ર ગાવિત સહિત આપ-ના પાંચ કાર્યકરો ઉપર પોતાની પાસે 25 લાખ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગેની ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના ગાવિત સહિત પાંચ જણને પાંચ-પાંચ લાખ આપવામાં આવે તો ખુશાલ વાઢુને આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાની વાત કરવામાં આવી છે.
વાઢુનું કહેવું છે કે પોતે ભૂતપૂર્વ સૈનિક હોવાથી ભ્રષ્ટાચારમાં માનતા નથી અને તેમની પાસે આ રીતે આપવા માટે નાણા પણ નથી.
પોતાના પર આક્ષેપ થયા બાદ મીડિયા સમક્ષ આવેલા જયેન્દ્ર ગાવિતે ઑડિયો ક્લિપ ખોટી હોવાની અને તેમાં પોતાનો અવાજ નહીં હોવાની વાત કરી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું