ભારતીય રૂપિયાના અવમૂલ્યન અંગે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ખોટા આંકડા રજૂ કર્યા
October 28, 2022
નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય રૂપિયાના અવમૂલ્યન અંગે ખોટા આંકડા રજૂ કર્યા હોવાનું અનેક નેટિઝન્સે પુરાવા સાથે જણાવ્યું છે. ખડગેએ ગુરુવારે એક ટ્વિટ કરીને લખ્યું કે, ઉભરતાં બજારોમાં ભારતીય રૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન થયું છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ મુદ્દે નાણાપ્રધાન કે વડાપ્રધાન જવાબ આપશે? https://twitter.com/kharge/status/1585571988936216577
જોકે તેની સામે અનેક જાણકાર લોકોએ ખડગેના દાવાને નકારી કાઢ્યા હતા અને સાચી હકીકતના આંકડા પુરાવા સાથે રજૂ કર્યા હતા. ખડગેએ જે આંકડા રજૂ કર્યા તે અનુસાર ભારતીય રૂપિયાનું 10 ટકા કરતાં વધુ અવમૂલ્યન થયું છે. પરંતુ જાણકારોએ પુરાવા સાથે લખ્યું કે, ભારતીય રૂપિયાનું અવમૂલ્યન 10 ટકા નહીં પરંતુ સાત ટકા થયું છે જે અન્ય ઘણા દેશ કરતાં સારી સ્થિતિમાં છે. https://twitter.com/rishibagree/status/1585913817632231424
ખડગેએ તેમના ટ્વિટમાં એમ પણ લખ્યું કે, પ્રથમ છ માસિક ગાળામાં ભારતના વિદેશી હુંડિયામણમાં 85 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. તેના જવાબમાં નેટિઝન્સે લખ્યું કે, અનેક દેશોના ચલણમાં ભારતની સરખામણીમાં ઘણું વધારે અવમૂલ્યન થયું છે અને એ દેશોએ પોતાના ચલણનો બચાવ કરવા ફોરેક્સનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. જેમ કે, જાપાને 121 અબજ ડૉલર, ચીને 177 અબજ ડૉલર, સ્વિડને 141 અબજ ડૉલર, સિંગાપોરે 128 અબજ ડૉલરનો ઉપયોગ કરીને તેમના ચલણનો બચાવ કર્યો છે.
https://twitter.com/DrAvadheshBJP/status/1585592253598556161
Many countries have used their FOREX to defend their respective currency and yet they depreciated more than Indian Rupee against USD. Example – Japan Spent $ 121 Billion forex China Spent $ 177 Billion forex Swiss Spent $ 141 Billion forex S’pore Spent $ 128 Billion forex
એક યુઝરે સ્પષ્ટ લખ્યું કે ઓસ્ટ્રેલિયન ડૉલરનું 16.5 ટકા અવમૂલ્યન થયું છે તો યુરો 15.9 ટકા ઘટ્યો અને બ્રિટિશ પાઉન્ડ 18.7 ટકા તૂટ્યો છે.
https://twitter.com/4racs/status/1585914918162681856
Australian dollar depreciated 16.5%, Euro depreciated 15.9% & Pound depreciated 18.7% against dollar in last one year as compared to 10% for INR. But maybe sharing fake data is mandatory for Congress Prez, can’t blame you
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું