ભારતના આર્થિક વિકાસને IMF એ સાર્વત્રિક અંધકાર વચ્ચે આશાનું કિરણ ગણાવ્યું

વૉશિંગ્ટન ડીસીઃ  ભારતે કરેલી આર્થિક પ્રગતિના ભારોભાર વખાણ કરતા આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ (આઈએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટેલિના જ્યોર્જિવાએ ગુરુવારે જણાવ્યું હતું કે હાલના સાર્વત્રિક અંધકારભર્યા વાતાવરણમાં ભારત આશાનું કિરણ છે.

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં આઈએમએફના વડામથકે યોજાયેલી વિશ્વબેંક અને આઈએમએફની વાર્ષિક બેઠકના ચોથા દિવસે સંબોધન કરતા ક્રિસ્ટેલિના જ્યોર્જિવાએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં પણ ભારત હાલ સૌથી ઝડપી ગતિએ આર્થિક પ્રગતિ કરતો દેશ છે. વળી તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે આ વિકાસ માળખાકીય સુધારાને આભારી છે.

તેમણે કહ્યું કે, માળખાકીય સુધારાની સૌથી નોંધપાત્ર સફળતા ડિજિટલાઇઝેશનની છે. ડિજિટલ ઓળખકાર્ડથી શરૂ કરીને તમામ સેવાઓ અને સહાય ડિજિટલી થાય છે. ભારતની સફળતામાં ઘણું મોટું પરિબળ છે.

આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે, આને કારણે ભારત હવે જી-20 દેશો કરતાં આગળ વધ્યો છે, પરિણામે હું મક્કમપણે માનું છું કે આગામી વર્ષો સુધી ભારત વિશ્વ ઉપર ઘણી મોટી છાપ છોડશે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો