ડૉલર સામે તમામ દેશનું ચલણ ગગડ્યું છે, ભારતીય રૂપિયાને સૌથી ઓછી અસર
September 23, 2022
નવી દિલ્હીઃ વર્ષ 2022માં અત્યાર સુધીમાં અમેરિકી ડૉલર સામે લગભગ તમામ મુખ્ય દેશોના ચલણ ગગડ્યા છે. આ સંજોગોમાં ભારતીય રૂપિયો પણ ડૉલર સામે ગગડ્યો છે, પરંતુ અગત્યની વાત એ છે કે રૂપિયાને સૌથી ઓછી અસર થઈ છે.
આ વર્ષે ડૉલર સામે ભારતીય રૂપિયાને 6.51 ટકાનો ઘસારો પડ્યો છે તેની સામે ચીન અને બ્રિટિશ ચલણ સહિત નોંધપાત્ર કહી શકાય એવા દેશોના ચલણોને ભારે ઘસારો પહોંચ્યો છે. સૌથી વધુ ઘસારો પાકિસ્તાની રૂપિયાને પડ્યો છે. એક અમેરિકી ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો 23.77 ટકાના ઘસારા સાથે સૌથી વધુ અસર પામેલું ચલણ દેખાય છે. જાપાની યેન 19.79 ટકા ઘસારા સાથે સૌથી વધુ અસર પામેલા ચલણોમાં સ્થાન પામે છે.
બ્લુમબર્ગના અહેવાલ અનુસાર, ડૉલર સામે બ્રિટિશ પાઉન્ડને 14.92 ટકાનો, દક્ષિણ કોરિયાના ચલણ વોનને 14.53 ટકાનો, ન્યૂઝિલેન્ડ ડૉલરને 12.23 ટકાનો, યુરોને 12.15 ટકાનો, ચીની ચલણ રેન્મીબીને 8.72 ટકાનો, દક્ષિણ આફ્રિકાના રૅન્ડને 8.59 ટકાનો તથા ઓસ્ટ્રેલિયન ડૉલરને 7.50 ટકાનો ઘસારો પડ્યો છે.
આ તમામ ચલણની સામે ભારતીય રૂપિયો માત્ર 6.51 ટકાના ઘસારા સાથે સૌથી ઓછી અસર પામેલું ચલણ છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું