મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં 70 ટકાનો ઘટાડો, કેજરીવાલના જાહેરાતોના ખર્ચમાં 4000 ટકાનો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં આ વર્ષે 70 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. 2018માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેરખબરો પાછળ રૂપિયા 1,105.01 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેની સામે 2022ના નાણાકીય વર્ષમાં આ ખર્ચ ઘટીને રૂપિયા 280.28 કરોડ થયો હતો.

સરકારો દ્વારા થતા જાહેરખબરોના ખર્ચની ચર્ચા થાય ત્યારે ઘણા લોકો મોદી સરકાર તરફ આંગળી ચિંધીને અમુક રાજ્ય સરકારોનો બચાવ કરતા હોય છે. પરંતુ હવે મધ્યપ્રદેશના એક કર્મશીલ વિવેક પાંડેની RTI ના આધારે એક બિઝનેસ લાઇન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર 2019-2020થી જ કેન્દ્રની મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાનું શરૂ થઈ ગયું હતું.

કેન્દ્ર સરકારની કામગીરી સમગ્ર દેશવ્યાપી હોય છે. દરેકે દરેક રાજ્યોમાં કેન્દ્ર સરકારનાં કામો સતત ચાલતા હોય છે. તદઉપરાંત કેન્દ્ર સરકારના 50 કરતાં વધુ મંત્રાલયો અને તેના હેઠળ 100 જેટલા વિભાગ હોય છે જેના દ્વારા રાષ્ટ્રીય સ્તરે લોક-કલ્યાણનાં કામો થતાં હોય છે, આમછતાં કેન્દ્ર સરકારે તેના વિશેની જાહેરાતો કરવાનું સાવ ઘટાડી દીધું છે.

તેનાથી વિરુદ્ધ એક બૃહદ મહાનગર પાલિકા જેટલો વિસ્તાર ધરાવતા દિલ્હી રાજ્યની જાહેરખબરોના ખર્ચમાં 4,273 ટકા જેવો અધધ વધારો થયો છે. 2015માં દિલ્હીની કેજરીવાલ-સિસોદિયાની સરકારનો જાહેરખબરનો ખર્ચ રૂપિયા 11 કરોડની આસપાસ હતો જે ચાલુ વર્ષે વધીને રૂપિયા 490 કરોડ થઈ ગયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેરખબરો પર થતા ખર્ચમાં ઘટાડાનો પ્રારંભ કોરોનાકાળમાં થયો હતો. એ બે વર્ષ દરમિયાન મોદી સરકારનો જાહેરખબરનો ખર્ચ 35 ટકા ઘટ્યો હતો. 2021માં આ ખર્ચમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો, અને 2022 આવતાં-આવતાં ખર્ચમાં 70 ટકા ઘટાડો જોવા મળે છે.

તેની સામે દિલ્હી, તેલંગણા જેવાં નાનાં રાજ્યોના જાહેરખબરોના ખર્ચ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી આ વર્ષની શરૂઆતથી કેજરીવાલની આમ આદમી પાર્ટી તેમજ તેલંગણાની સત્તાધારી પાર્ટી ટીઆરએસ (તેલંગણા રાષ્ટ્ર સમિતિ) ગુજરાતના તમામ અખબાર તેમજ ટીવી મીડિયામાં સતત જાહેરખબરો આપ્યા કરે છે. શક્ય છે કે આ બંને પક્ષો બીજા રાજ્યોમાં પણ સ્થાનિક સ્તરે આવી જાહેરખબરો આપ્યા કરતા હશે એ કારણે જ તેમના જાહેરાતો પાછળના ખર્ચ સૌથી ઊંચા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો