અમદાવાદમાં કિડની ઈન્સ્ટિટ્યૂટ ખાતે હવે ગર્ભાશયનું પ્રત્યારોપણ થઈ શકશે; સ્ટેટ ઓથોરાઇઝેશન કમીટી દ્વારા પરવાનગી મળી
August 03, 2022
અમદાવાદઃ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઈન્સ્ટિટ્યૂટને ગર્ભાશયના પ્રત્યારોપણની પરવાનગી મળી છે. હવેથી કિડની ઈન્સ્ટિટ્યૂટ ખાતે કિડની, લીવર, સ્વાદુપિંડ ઉપરાંત યુટેરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે.
સમગ્ર દેશમાં સરકારી–અર્ધસરકારી સંસ્થામાં ગર્ભાશયનું પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર કિડની ઈન્સ્ટિટ્યૂટ પ્રથમ સંસ્થા બનશે.
સ્ટેટ ઓથોરાઇઝેશન કમીટી દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન ઑફ હ્યુમન ઓર્ગન એક્ટ ઑફ ગવર્નમેન્ટ ઑફ ગુજરાત 1994 અંતર્ગત કિડની ઈન્સ્ટિટ્યૂટને ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટેની પરવાનગી આપવામાં આવી છે. કેટલાક કારણોસર માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી મહિલાઓ માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે.
IKDRC ના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ વિગતો આપતાં જણાવ્યું કે, આ અગાઉ દેશમાં ફક્ત પુનાની ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતું હતું. જેમાં ગર્ભાશય પ્રત્યારોપણના 6 કિસ્સા નોંધાયા છે.
ગુજરાત સરકારની અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્યરત SOTTO (State Organ and Tissue , Transplant Oganisation) દ્વારા શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 22 જગ્યાએ પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે.
કેટલાક કિસ્સામાં સ્ત્રીઓમાં જન્મ જાત ગર્ભાશયની રચના થઇ હોતી નથી. અથવા અમુક કારણોસર સમય જતા ગર્ભાશયની તકલીફ ઊભી થવાના કારણે ગર્ભાશયને કાઢી નાખવામાં આવે છે. આવા કિસ્સામાં સ્ત્રીઓ માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકતી નથી. પરંતુ હવે ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતા આ પ્રકારની તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે આ પ્રત્યારોપણ આશીર્વાદરૂપ બની રહેશે.
ગર્ભાશય અને અંડકોશ નિકળી ગયું હોય તેવી સ્ત્રીઓમાં હોર્મોનલ સતુંલન અટકે છે, પણ હવે પ્રત્યારોપણ શક્ય બનતા ઋતુચક્રની દરમિયાન હોર્મોનલ અસંતુલન અટકશે. અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક અથવા સામાન્ય ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કિડની ઈન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધીમાં લીવરના 587, કિડનીના 365, સ્વાદુપિંડના ચાર ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કુલ રીનલના 1472 ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું